ઉત્સવ અને કાર્યક્રમો

શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર દ્વારા વર્ષભર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
દરેક ઉત્સવ ભક્તોમાં નવી ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉર્જા પેદા કરે છે.

ગણેશ મહોત્સવ


છેલ્લા 70 વર્ષથી ગણેશ ચતુર્થીમાં ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. દરરોજ આરતી, ભજન અને વિશેષ ગણેશ ઝાંખી મંદિરની પાછળના પ્રાંગણમાં વિશાળ પંડાલમાં બતાવવામાં આવે છે.

સંકટચોથ પૂજા


દર મહિને સંકટચોથના દિવસે વિશેષ પૂજા, ગણપતિ અભિષેક થાય છે છે. ભક્તો ઉપવાસ સાથે ગણપતિ બાપાના આશીર્વાદ મેળવે છે.

મહાશિવરાત્રી મહોત્સવ


મંદિર પરિસરમાં મહાશિવરાત્રીના પાવન પર્વે વિશેષ અભિષેક અને વિશેષ પૂજા થાય છે. શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન કરે છે.

હનુમાન જયંતિ ઉત્સવ


હનુમાન જયંતિએ વિશેષ પૂજા, આરતી અને હનુમાન ચાલીસા પાઠ થાય છે. સાંજે ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે.

માનવ સેવા કાર્યક્રમો


મંદિર દ્વારા અન્નદાન, બ્લડ કેમ્પ અને સેવા પ્રવૃત્તિઓ યોજાય છે. માનવ સેવા એજ સાચી ઈશ્વર સેવા માનવામાં આવે છે.

મંગળવાર વિશેષ આરતી


દર મંગળવારે શ્રી ગણેશજીની વિશેષ આરતી યોજાય છે. મંદિરની માન્યતા મુજબ મંગળવારના દર્શન ફળદાયી માનવામાં આવે છે.