બાપુનગરનું હૃદય ગણાતા આ મંદિરમાં ભક્તિ શાંતિ અને સેવાનો દિવ્ય સંગમ થઇ રહ્યો છે દરરોજના દર્શન આરતી અને સેવાકાર્યનો ભાગ બની પાવન આશીર્વાદ પ્રાપ્ત કરો.
આવો… જોડાઓ… અને આત્મિક શાંતિનો અનુભવ કરો.

મંદિરનો પરિચય
શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર, બાપુનગર – અમદાવાદનો એક પ્રાચીન આધ્યાત્મિક સ્થંભ છે, જ્યાં ભક્તિ, સેવા અને સંસ્કારનો અવિરત પ્રવાહ વહે છે. લગભગ સાત દાયકા પહેલા જ્યારે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં નવા નવા ગણેશોત્સવની શરૂઆત થઈ રહી હતી, ત્યારે હિંદુ સમાજને સંગઠિત કરવા અને મહારાષ્ટ્રીયન–ગુજરાતી ભાઈબંધુઓને સંગઠિત કરવા માટે આ ક્ષેત્રમાં ગણપતિ બાપાના ઉત્સવો ઉજવવાની પરંપરા પ્રબળ બની.
આજથી લગભગ 1956–57 દરમિયાન મરાઠી અને ગુજરાતી ભક્તોએ પ્રેમભાવથી મળીને બાપુનગર વિસ્તારમાં આવેલા આ સ્થળે પ્રથમવાર ગણેશોત્સવ ઉજવ્યો. ભક્તોની વધતી સંખ્યા અને અલૌકિક શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને શ્રી બાલ ગોપાલ સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી. બાળકો થી લઈને વડીલો સુધી સૌના સહકારથી આ મંડળ થોડા સમયમાં જ ધાર્મિક તેમજ સામાજિક કાર્યો માટે જાણીતું બન્યું.
અહી ક્લિક કરી અત્યારે જ દાન કરો.

દર્શન નો સમય
સવારે 6:00 થી બપોરે 12:30
સાંજે 5:00 થી રાત ના 9:30

આરતીનો સમય
સમય: સવારે 7:00 વાગે | સાંજે 7:30 વાગે

સંકટ ચૌથ આરતીનો સમય
સમય: ચંદ્રોદય ના ટાઈમ મુજબ
ઉત્સવ અને કાર્યક્રમો
શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે વર્ષભર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.
દરેક ઉત્સવ ભક્તોમાં નવી ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉર્જા પેદા કરે છે.
દરેક ઉત્સવ ભક્તોમાં નવી ભક્તિ, આનંદ અને આધ્યાત્મિક ઉર્જા પેદા કરે છે.
ગણેશ મહોત્સવ
ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. દરરોજ આરતી, ભજન અને વિશેષ દર્શન થાય છે.
સંકટચોથ પૂજા
દર મહિને સંકટચોથના દિવસે વિશેષ પૂજા અને ચંદ્ર દર્શન યોજાય છે. ભક્તો ઉપવાસ સાથે ગણપતિ બાપાના આશીર્વાદ મેળવે છે.
મહાશિવરાત્રી મહોત્સવ
મંદિર પરિસરમાં મહાશિવરાત્રીના પાવન પર્વે વિશેષ અભિષેક અને ભજન થાય છે. શિવભક્તો મોટી સંખ્યામાં દર્શન કરે છે.
હનુમાન જયંતિ ઉત્સવ
હનુમાન જયંતિએ વિશેષ પૂજા, આરતી અને હનુમાન ચાલીસા પાઠ થાય છે. સાંજે ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે.
માનવ સેવા કાર્યક્રમો
મંદિર દ્વારા અન્નદાન, બ્લડ કેમ્પ અને સેવા પ્રવૃત્તિઓ યોજાય છે. માનવ સેવા એજ સાચી ઈશ્વર સેવા માનવામાં આવે છે.
મંગળવાર વિશેષ આરતી
દર મંગળવારે શ્રી ગણેશજીની વિશેષ આરતી યોજાય છે. મંદિરની માન્યતા મુજબ મંગળવારના દર્શન ફળદાયી માનવામાં આવે છે.
અહી ક્લિક કરી અત્યારે જ દાન કરો.
ફોટો ગેલેરી
શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરનાં દિવ્ય દર્શન, આરતી, ઉત્સવ અને વિશેષ કાર્યક્રમોની પાવન ક્ષણો અહીં તસવીરોના રૂપમાં રજૂ કરવામાં આવી છે. દરેક તસવીર ભક્તિ, આરાધના અને મંદિરના પવિત્ર વાતાવરણનો જીવંત અનુભવ કરાવે છે.
વીડિયો ગેલેરી
મંદિરમાં યોજાતી આરતી, ઉત્સવ, ભવિષ્યવાણી, ભક્તોની ભાવભીની પળો અને વિશેષ કાર્યક્રમોની ઝલક અહીં વિડિઓ રૂપે પ્રસ્તુત છે. દરેક વિડિઓમાં શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીના આશીર્વાદનો પવિત્ર અનુભવ સમાયેલો છે.
























